Sadhu Bane Koi

સાધુ બને કોઈ

સાધુ બને કોઈ, સંસારને છોડી, એવા વિરાગીનું બધા બહુમાન કરે છે, સન્માન કરે છે..સાધુ… જેને સાચું જ્ઞાન મળ્યું છે જીવનનું, વળગેલું અજ્ઞાન ગયુ છે ભવભવનું, એ ભાગ્યશાળીનો સહુ સત્કાર કરે છે, સન્માન કરે છે…સાધુ… ઉજ્જવળ જેણે કુળ બનાવ્યું પોતાનું, જન્મભૂમિને સ્થાન બનાવ્યું શોભાનું. એ ધન્ય આત્માના બધા ગુણગાન કરે છે સન્માન કરે છે..સાધુ… જેના તેજ દીપ ધરમનો ઝળકે છે, કિરણો જેના કુંદન જેવા ચમકે છે, એ જયોતનો જગમાં સહું જયકાર કરે છે, સન્માન કરે છે…સાધુ… આશા એના અંતરની ફળવાની છે, માળા એને મુક્તિની મળવાની છે, એ મુક્તિગામીને સહુ ફૂલહાર કરે છે, સન્માન કરે છે…સાધુ…

Name of Song : Sadhu bane koi

Language of Song : Gujarati

© 2023 by Jain Lyrics.