NemiNath Stuti 

Gujarati

ગિરનારગિરિ પાવન કર્યો મહિમા અને ગરિમા વડે!

ભોરોલને ભાસિત કર્યો પ્રભુતા અને પ્રતિભા વડે! મુજ હૃદયને સદભાવ ને સદગુણ વડે શણગારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી બસ આ રીતે હે નાથ ! આંતરશત્રુ મુજ સંહારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી, ત્યારેય અંતરમાં તમારા કામજવર આવ્યો નથી! હે કામવિજયી ! નાથ મારો કામરોગ નિવારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે! રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે! હું રોજ સંભારું,મને ક્યારેક તો સંભારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા દીક્ષા લઇ કેવળ વરી બહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ! ઉદ્ધારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! સ્વામી ! તમે સેવક્જનો તાર્યા બહુ તેથી કહું આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ ! હું વિનતી કરું છું,કરગરું છું,નાથ ! મુજને તારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું! મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું! આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! હે નાથ ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બાળ્યો મને ને હાલ નયનોમાં ડુબાડી પ્રભુ ! તમે થાર્યો મને! છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું ! હે નાથ !તમને છોડીને બીજે નથી મારે જવું! મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!

Recent Posts

See All

Shree Ratnakar Pachhisi

HINDI/ENGLISH https://youtu.be/e1F5q-wCbXA मंदिर छो, मुक्तितणा मांगल्य क्रीडा प्रभु, ने इंद्र नरने देवता, सेवा करे तारी विभः सर्वज्ञ छो स्वामी ओळी शिरदार अतिशय सर्वना, घj जीव तुं, घणुं जीव तुं भंडार ज

Shree Bhaktmara Stotra

English/Hindi https://youtu.be/HTMuRoCMgwI Bhaktamara Pranata Maulimani Prabhana Mudyotakam Dalita-Papa-Tamovitanam Samyak Pranamya Jina Padayugam Yugada Valambanam Bhavajale Patatam Jananam 1 Yah S

Mara Vhala Prabhu

HINDI / ENGLISH https://youtu.be/lmYutn97hOI मारा व्हाला प्रभु , क्यारे मलशो मने, मारी आशा पूरी क्यारे करशो तमे...(2) मारी कबुलात छे के पतित छु हु, पण पतितो ने ताराणारा एकज छे तू...(2) पतित पावन बने क

© 2023 by Jain Lyrics.