Mukti Made Ke Naa Made

મુક્તિ મળે કે ના મળે…

મુક્તિ મળે કે ના મળે…મારે ભક્તિ તમારી કરવી છે; મેવા મળે કે ના મળે…મારે સેવા તમારી કરવી છે. મારો કંઠ મધુરો ન હોય ભલે, મારો સૂર બેસૂરો હોય ભલે શબ્દો મળે કે ના મળે, મારે સ્તવના તમારી કરવી છે; મુક્તિ મળે કે…

આવે જીવનમાં તડકા છાયા, સુખ દુઃખના પડે ત્યાં પડછાયા કાયા રહે કે ના રહે, મારે માયા તમારી કરવી છે; મુક્તિ મળે કે…

હું પંથ તમારો છોડું નહિ, ને દૂર દૂર ક્યાંયે દોડું નહિ. પુણ્ય મળે કે ના મળે, મારે પૂજા તમારી કરવી છે; મુક્તિ મળે કે…

Name Of Song : Mukti Made Ke Naa Made

Language Of Song : Gujarati

© 2023 by Jain Lyrics.