રૂડા રાજ મહેલ ને ત્યાગી | Ruda Rajmahel Ne Tyagi | 

Gujarati

રૂડા રાજ મહેલ ને ત્યાગી,

પેલા ચાલ્યા રે જાય વૈરાગી, એનો આતમ ઉઠ્યો જાગી,

પેલા ચાલ્યા રે જાય વૈરાગી… નથી કોઈ એની સંગાથે,

નીચે ધરતી ને આભ છે માથે, એતો નીકળ્યો ખાલી હાથે,

પેલા ચાલ્યા રે જાય વૈરાગી, એણે મૂકી આ જાગત ની માયા,

એની યુવાન છે હજુ કાયા, એણે મુક્તિમાં દીઠો ચાર,

પેલા ચાલ્યા રે જાય વૈરાગી, એને સંયમની તલપ જે લાગી,

એનો આતમ બન્યો મોક્ષ ગામી, ભવો ભવની ભ્રમણા ભાંગી,

પેલા ચાલ્યા રે જાય વૈરાગી,

© 2023 by Jain Lyrics.