કરૂણાના કરનારા

કરૂણાના કરનારા

ઓ કરૂણાના કરનારા ! તારી કરૂણાનો કોઈ પાર નથી, મારા સંકટને હરનારા…તારી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા, – મારી ભૂલોના ભૂલનારા…તારી. હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી, – અવળી સવળી કરનારા…તારી. ઓ પરમ કૃપાળુ વ્હાલા, મેં પીધા વિષના પ્યાલા, વિષને અમૃત કરનારા…તારી. ભલે છોરું કછોરું થાયે, તું માવિતર કહેવાય, મીઠી છાયાના દેનારા…તારી. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે આરો, મોક્ષ મારગના દેનારા…તારી. છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે વીતરાગી, ભક્તોનાં દિલ હરનારા…તારી.

Name Of Song : કરૂણાના કરનારા

Language Of Song : Gujarati

© 2023 by Jain Lyrics.