ઓ સંયમ સાધક શુરવીરો… | O Sanyam Sadhak Shurivaro

Gujarati

ઓ સંયમ સાધક શુરવીરો,તુજ માર્ગ સદા મંગલ હોજો, કુકર્મો સાથે યુદ્ધ કરી,જય જય મુક્તિ માળા વરજો… ઓ સંયમ સાધક શુરવીરો… સંયમ પથ છે કંટક ભર્યો,ઉપસર્ગ પરીષહનો દરિયો, હૈયામાં હામ ભરી પૂરી(૨),નિજ આત્મ સ્વરૂપે લીન રહેજો… કુકર્મો સાથે યુદ્ધ કરી,જય જય મુક્તિ માળા વરજો… ઓ સંયમ સાધક શુરવીરો… જિન આણ તણું પાલન કરજો,ગુરુ ભક્તિના રસિયા સદા બનજો, સવિ જીવ પ્રતિ સમભાવ ધરી(૨),તપ ત્યાગ વિરાગે મન ધરજો… કુકર્મો સાથે યુદ્ધ કરી,જય જય મુક્તિ માળા વરજો… ઓ સંયમ સાધક શુરવીરો… જે શ્રધ્દ્ધાથી સંયમ લેતા,તે શ્રધ્ધા જીવન ભર ના મુકતા, ઈર્ષ્યા નિંદાદીક દોષ ત્યજી(૨),ગુણરત્નોથી જીવન ભરજો… કુકર્મો સાથે યુદ્ધ કરી,જય જય મુક્તિ માળા વરજો… ઓ સંયમ સાધક શુરવીરો… ત્યજી માયા પ્રપંચ ભરી દુનિયા,સહુ સ્વજન સંબંધી સ્વારથીયા , ગુરુદેવ તણા ચરણો સેવી(૨),નિર્મળ સંયમ સુખમાં રમજો… કુકર્મો સાથે યુદ્ધ કરી,જય જય મુક્તિ માળા વરજો… ઓ સંયમ સાધક શુરવીરો…

Recent Posts

See All

Muni Kyare Baniye

English / Hindi https://youtu.be/BQTjAAAz0vE Muni Kyare Baniye,Suvrat Kyare Laiye..(2) Munisuwrat Jeva Amei Kyare Thaiye (2) Muni Kyare Baniye,Suvrat Kyare Laiye..(2) Maarag Batavyo Batavya Che Tattva

Vairagi O Vairagi

English / Hindi https://youtu.be/0Y6smrLYMhE Vairagi o vairagi, Hu toh taro thayo raagi Taro thayo raagi, aa jagne bhuli Vairagi o vairagi, Hu toh taro thayo raagi Taro thayo raagi, aa jagne bhuli Avo

© 2023 by Jain Lyrics.